"તમે તે કહી ન શકો કે, "મારે આ પ્રકારનું શરીર જોઈએ છે." ભગવાન તમારા આજ્ઞાકારી સેવક નથી. તમને મળશે. ભલે તમે તે માંગો કે ન માંગો, તમને, તમારા કર્મ પ્રમાણે, તમને હવે પછીનું એક શરીર મળશે, કર્મણા દૈવ... શ્રેષ્ઠ વ્યવસ્થા દ્વારા. જો તમે આ જીવનમાં દેવતાની જેમ કર્મ કરો છો, તો તમને આગળના જીવનમાં એક દેવતાનું શરીર મળશે. અને જો તમે આ જીવનમાં કૂતરાની જેમ કામ કરો છો, તો પછી તમે આગળનું જીવન કૂતરાનું મેળવશો. તે તમારા હાથમાં નથી. પ્રકૃતે: ક્રિયામાણાની ગુણૈ: કર્માણી સર્વશઃ (ભ.ગી. ૩.૨૭). ગુણૈ:, તમારા ગુણો અનુસાર, જેમ તમે કામ કરશો, અને પ્રકૃતિ, તમને તે પ્રમાણેનું શરીર આપશે."
|