GU/731015 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આપણે પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણકે, છેવટે, આ ભૌતિક શરીર મળતાની સાથે જ, પીડા મળે છે. સુખનો કોઈ પ્રશ્ન જ નથી. પણ ભ્રામક શક્તિ દ્વારા આપણે વિચારીએ છીએ કે આપણે સુખ ભોગ કરીએ છીએ. તેને ભ્રમ, માયા, કહેવામાં આવે છે. તે જ ઉદાહરણની જેમ: એક સૂવર મળ ખાઈ રહ્યો છે, પરંતુ તે વિચારી રહ્યો છે કે તે આનંદ લઈ રહ્યો છે. આને પ્રક્ષેપાત્મિકા-શક્તિ કહે છે. માત્ર સૂવર જ નહીં; માનવ સમાજમાં પણ, કોઈ વ્યક્તિ સૌથી વધુ ઘૃણાસ્પદ, સૌથી સડેલી માછલી ખાય છે, તો પણ, તે વિચારે છે કે તે આનંદ લઈ રહ્યો છે." |
731015 - ભાષણ ભ.ગી. ૧૩.૨૧ - મુંબઈ |