"ય એવમ વેત્તિ પુરૂષમ પ્રકૃતિમ ચ ગુણૈ: સહ, સર્વથા વર્તમાનો અપિ. જો તમને પૂરતું જ્ઞાન હોય... ભગવદ્ ગીતામાં જ્ઞાન છે. ફક્ત તમારે અભ્યાસ કરવો પડે. તમારે યોગ્ય વ્યક્તિ પાસેથી ભગવદ ગીતાનો પાઠ લેવો પડે. તદ્-વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મ-નિષ્ઠમ (મુ.ઉ. ૧.૨.૧૨). તમારે એવા ગુરુ પાસેથી શીખવું જોઈએ જે વાસ્તવમાં આ વૈદિક સાહિત્યનું જ્ઞાન ધરાવતા હોય, શ્રોત્રિયમ બ્રહ્મ-નિષ્ઠમ. અને આવા જ્ઞાનનું લક્ષણ શું છે? બ્રહ્મ-નિષ્ઠમ, નિશ્ચિતપણે બ્રહ્મમાં સ્થિર. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દયતે (શ્રી.ભા. ૧.૨.૧૧). બ્રહ્મને જાણવાનો અર્થ માત્ર નિરાકાર બ્રહ્મ-જ્યોતિ જ નથી, પણ પરમાત્મા અને ભગવાનને પણ જાણવાના છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઈતિ શબ્દયતે. આ જ્ઞાન છે."
|