GU/731201 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તદ અભૂદ અસદ ઇશ રિક્તમ (શ્રી.ભા. ૧.૧૫.૨૧). જ્યાં ભગવાન નથી ત્યાં બધુ જ શૂન્ય અને નિરર્થક છે. બસ તેટલું જ. આધુનિક સમાજ પાસે બધુ જ છે, પણ ભગવદ ભાવના વગર, તે કોઈ પણ,..., કોઈ પણ ક્ષણે સમાપ્ત થઈ શકે છે. લક્ષણો છે. કોઈ પણ ક્ષણે. વર્તમાન સમયે, આ નાસ્તિક સમાજ, જેવુ યુદ્ધની ઘોષણા થશે, અમેરિકા પરમાણુ બોમ્બ નાખવા તૈયાર છે, રશિયા પણ છે... પહેલો દેશ કે જે પરમાણુ બોમ્બ નાખશે, તે વિજયી હશે. કોઈ પણ વિજયી નહીં હોય, કારણકે તે બંને નાખવા તૈયાર છે. અમેરિકા સમાપ્ત થઈ જશે અને રશિયા સમાપ્ત થઈ જશે. આ સ્થિતિ છે. તો તમે સમાજનો વિકાસ કરી શકો છો, વૈજ્ઞાનિક પ્રગતિ, આર્થિક પ્રગતિ, પણ જો તે નાસ્તિક છે, કોઈ પણ ક્ષણે તે સમાપ્ત થઈ શકે છે. કોઈ પણ ક્ષણે."
731201 - ભાષણ શ્રી.ભા. ૧.૧૫.૨૧ - લોસ એંજલિસ