"અહી, મનુષ્યો, અજ્ઞાનતા પૂર્વક, કામની સેવા કરી રહ્યા છે, વાસના, લોભ, મોહ, ક્રોધ - ઘણી બધી વસ્તુઓની સેવા કરી રહ્યા છે. તેઓ સેવા કરી રહ્યા છે. એક માણસ બીજાને વાસનાને કારણે મારી રહ્યો છે. અથવા ભ્રમમાં. તો ઘણા બધા કારણો. તો આપણે સેવા કરી રહ્યા છીએ. તેના વિશે સંદેહ નથી. આપણે સેવા કરી રહ્યા છીએ. પણ આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, માત્સર્યની સેવા કરી રહ્યા છીએ. હવે આપણે શીખવું પડે કે આપણે ઘણી બધી વસ્તુઓની સેવા કરીને નિરાશ થઈ રહ્યા છે. હવે આપણે સેવાભાવ કૃષ્ણ તરફ ઢાળવો પડે. તે કૃષ્ણનું મિશન છે. સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬): "તમે પહેલેથી જ સેવા કરી રહ્યા છો. તમે સેવામાથી મુક્ત ના થઈ શકો. પણ તમારી સેવા ખોટી દિશામાં છે. તેથી તમે બસ તમારી સેવા મારી તરફ ફેરવો. પછી તમે સુખી થશો." તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે."
|