GU/731206 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
હ્રદયાનંદ: તે લોકો કહે છે કે ભગવાને આપણી રચના કરી હોવી જોઈએ જેથી આપણે... પ્રભુપાદ: શા માટે "રચના કરી હોવી જોઈએ"? તેમણે પહેલેથી જ પૂર્ણ રચના કરેલી છે. કારણકે તમે પૂર્ણ છો, તેથી તમારી પાસે દુરુપયોગ કરવાની સ્વતંત્રતા છે. તમે એક મૃત પથ્થર નથી. તે પૂર્ણતા છે. યે યથા મામ પ્રપદ્યન્તે (ભ.ગી. ૪.૧૧). તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો છો, સર્વ-ગ. તમે વૈકુંઠ જઈ શકો છો. યાંતી દેવ વ્રતા દેવાન (ભ.ગી. ૯.૨૫). તમે ઉચ્ચ ગ્રહો પર જઈ શકો છો. તમે નર્કમાં જઈ શકો છો. જ્યારે તમે નર્કમાં જાઓ છો, તે તમારી પસંદગી છે. ભગવાને તમને બધી જ પૂર્ણતા આપી છે. પૂર્ણમ ઈદમ પૂર્ણમ અદ: પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે (ઇશોપનિષદ, આહવાન). દરેક વસ્તુ પૂર્ણ છે. |
731206 - સવારની લટાર - લોસ એંજલિસ |