"માનવ સમાજ તપસ્યા માટે છે. તમારે જાણવું જોઈએ કે મારી જવાબદારી શું છે. તપસા બ્રહ્મચર્યેણ શમેન ચ દમેન ચ (શ્રી.ભા. ૬.૧.૧૩). વ્યક્તિએ શીખવું જોઈએ કે કેવી રીતે તપસ્યાનો અભ્યાસ કરવો. તપસ્યા. આ તપસ્યા છે, થોડી તપસ્યા. અવૈધ મૈથુન નહીં, જુગાર નહીં, માંસાહાર નહીં, નશો નહીં, આ તપસ્યા છે, થોડી તપસ્યા. કોણ માંસાહાર વગર મરી રહ્યું છે? અમારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે. ઘણા બધા વૈષ્ણવો છે, તેઓ માંસ નથી ખાતા. શું તેઓ મરી રહ્યા છે. આ ફક્ત એક ખરાબ આદત છે. પણ જો તમે થોડો અભ્યાસ કરો... શરૂઆતમાં તે થોડું મુશ્કેલ હોઈ શકે છે. તે મુશ્કેલ નથી. હું વિચારું છું... જેમ કે એક સજ્જન આવ્યા હતા, 'અમે માંસાહાર નથી છોડી શકતા. મારે છોડવો છે, પણ હું નથી છોડી શકતો'. અભ્યાસ. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા (ભ.ગી. ૮.૮). કોઈ પણ વસ્તુનો તમે અભ્યાસ કરો, આદત બીજો સ્વભાવ છે. તો ભક્તના સંગમાં, જો તમે આ તપસ્યાનો અભ્યાસ કરો... તપસા બ્રહ્મચર્યેણ, કોઈ પણ હેતુ વગર મૈથુન જીવન ના માણવું, તેને બ્રહ્મચારી કહેવાય છે."
|