"કૃષ્ણ કહે છે કે 'જે પણ વ્યક્તિ પૂર્ણપણે મારા પર નિર્ભર છે', યોગ ક્ષેમમ વહામી અહમ (ભ.ગી. ૯.૨૨), 'હું વ્યક્તિગત રીતે તેની જે કઈ પણ જરૂરિયાત છે તે પૂરી પાડું છું'. તે ભગવદ ગીતામાં કૃષ્ણનું વચન છે. તો સન્યાસ મતલબ પિતા, માતા, પતિ... કોઈના પણ નિર્ભરતા નહીં. ના. પૂર્ણપણે કૃષ્ણ પર નિર્ભરતા. એકાંત. તે સિદ્ધિ છે. જે વ્યક્તિ પૂર્ણ પણે આશ્વસ્ત છે કે 'કૃષ્ણ મારી સાથે છે...' ઈશ્વર: સર્વ-ભૂતાનામ હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧) - 'મારે કૃષ્ણને કોઈ પણ જગ્યાએ શોધવાની જરૂર નથી. તેઓ મારી અંદર જ છે, મારા હ્રદયમાં'."
|