GU/740131 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હોંગ કોંગમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પરમ નિરપેક્ષ સત્યને કેવી રીતે જાણવું - તે શિક્ષણ છે. પણ યુનિવર્સિટી, તેઓ લોકોને શીખવાડે છે કેવી રીતે ખાવું, કેવી રીતે ઊંઘવું. તે લોકો ઘણા બધા ખાદ્યપદાર્થો બનાવે છે, અલગ પ્રકારના ખાદ્યપદાર્થો, જોકે ભગવાને માનવ સમાજને પુષ્કળ ખાદ્યપદાર્થો આપેલા છે. જેમ કે આ ફળો, તે મનુષ્યો માટે બનેલા છે. તે બિલાડીઓ અને કુતરાઓ માટે નથી. તે મનુષ્ય માટે છે. તો એકો બહુનામ યો વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). કૃષ્ણે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાને, પૂરું પાડેલું છે. તેઓ બધા જ જીવોને પુષ્કળ ખોરાક પૂરો પડે છે. તેન ત્યક્તેન ભૂંજીથા (ઇશોપનિષદ ૧). પણ હિસ્સો વિભાજિત કરેલો છે. ભૂંડ માટે, ખોરાક મળ છે, અને મનુષ્ય માટે ખોરાક છે - ફળો, ફૂલો, અનાજ, દૂધ, ખાંડ. તો જેમ ભગવાને વહેંચણી કરેલી છે, તમે તે તમારા ખાવા માટે ઉપયોગ કરો. ખાવું જરૂરી છે. પછી તમારું જીવન સફળ છે."
740131 - ભાષણ ભ.ગી. ૭.૧-૫ - હોંગ કોંગ