"જન્મૈશ્વર્ય શ્રુત શ્રીભીર એધમાન મદ: પુમાન (શ્રી.ભા. ૧.૮.૨૬). દુર્ભાગ્યપણે... જ્યારે આપણે આ તકો મેળવીએ છીએ, બહુ જ સરસ પરિવાર અથવા સરસ દેશ, સુંદર શરીર, શિક્ષા, આપણે સમજવું જોઈએ કે તે આપણા પાછલા પુણ્ય કર્મોને કારણે છે; તેથી તેનો ઉપયોગ કૃષ્ણ માટે થવો જોઈએ. કારણકે પુણ્ય કર્મો મતલબ કૃષ્ણની પાસે જવું. જે લોકો પાપી છે, તેઓ કૃષ્ણ પાસે જઈ ના શકે. ન મામ દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: (ભ.ગી. ૭.૧૫). જે લોકો નરાધમ છે, માનવ જાતમાં સૌથી નીચલા, હમેશા પાપમય કાર્યો કરતાં, અને ધૂર્તો, ભલે બહુ જ શિક્ષિત હોય - માયયા અપહ્રત જ્ઞાના:, તેમનું શૈક્ષણિક મૂલ્ય માયા દ્વારા લેવાઈ ગયું છે."
|