"તો, અપશ્યતામ આત્મ-તત્ત્વમ (શ્રી.ભા. ૨.૧.૨), જે લોકો બહુ બુદ્ધિશાળી નથી આત્માનું સત્ય જોવા માટે, તેઓ ફસાઈ જાય છે. કેવી રીતે ફસાઈ જાય છે? દેહ-અપત્ય, આ શરીર અને બાળકો, આ શરીરથી પત્ની દ્વારા જન્મેલા, દેહાપત્ય કલત્રાદીશુ આત્મ-સૈન્યેશુ (શ્રી.ભા. ૨.૧.૪). દરેક વ્યક્તિ વિચારી રહ્યો છે કે 'મારે સરસ પત્ની છે. મારે સરસ બાળકો છે. મારે સરસ સમાજ છે, દેશ' અને આમ, ઘણું બધુ. દેહાપત્ય કલત્રાદીશુ. અને તે વિચારે છે કે 'તે લોકો મારા સૈનિકો છે, અહી આ યુદ્ધ છે, અસ્તિત્વ માટેનો સંઘર્ષ'. દરેક વ્યક્તિ અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે, અને દરેક વ્યક્તિ વિચારે છે, 'તેઓ મારા સૈનિકો છે, આ, મારી પત્ની, બાળકો, સમાજ, મિત્રતા, દેશ, તે મને સુરક્ષા આપશે'. પણ કોઈ પણ સુરક્ષા આપી ના શકે. તેથી અહી તે સમજાવેલુ છે પ્રમત્ત:, પાગલ તરીકે. કોઈ પણ સુરક્ષા આપી ના શકે."
|