GU/740404 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે. તેઓ કહે છે, 'તમે ગુરુ બનો'. 'કેવી રીતે? મારી પાસે કોઈ યોગ્યતા નથી.' 'ના. તમે બસ મારી આજ્ઞા સ્વીકારો.' 'તો તમારી આજ્ઞા શું છે, પ્રભુ?' યારે દેખ, તારે કહ 'કૃષ્ણ'-ઉપદેશ: 'તમે જેને પણ મળો માત્ર કૃષ્ણની શિક્ષા આપો. પછી તમે ગુરુ બનો છો'. તો વાસ્તવમાં તે થઈ રહ્યું છે. અમે અદ્ભુત માણસો નથી. પણ અમારું એક માત્ર કાર્ય છે કે અમે ફક્ત તે જ વસ્તુ કહી રહ્યા છીએ જે કૃષ્ણે કહી છે. બસ તેટલું જ. કોઈ જાદુ નથી. આ જાદુ છે. જો તમે બકવાસ રીતે એક ધૂર્તની જેમ ભેળસેળ કરો, તો તમે ગુરુ ના બની શકો. જો તમે ફક્ત કૃષ્ણે જે કહ્યું છે તેનું પાલન કરો, તો તમે ગુરુ બનો છો. બહુ જ સરળ વસ્તુ. તેને શિક્ષાની જરૂર નથી. તમે તમારા ગુરુ પાસેથી સાંભળી શકો છો કે કૃષ્ણે શું કહ્યું છે. તેને સાક્ષરતાની પણ જરૂર નથી. ઘણા બધા મહાન વ્યક્તિઓ છે, સાધુ વ્યક્તિઓ. મારા ગુરુ મહારાજના ગુરુ મહારાજ, તેઓ અભણ હતા, ગૌર કિશોર દાસ બાબાજી મહારાજ. તેઓ તેમનું નામ પણ હસ્તાક્ષર ન હતા કરી શકતા. પણ મારા ગુરુ મહારાજ તેમના સમયના શ્રેષ્ઠ વિદ્વાન હતા. તેમણે તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા." |
740404 - ભાષણ ભ.ગી. ૪.૧૫ - મુંબઈ |