"ભૌતિક અવસ્થાથી, જો તમારે આધ્યાત્મિક સ્તર પર ઉપર ઊઠવું હોય, તો આ નીતિ નિયમો છે. ક્યાં તો તમે બ્રાહ્મણ બનો કે ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર, અથવા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સન્યાસી, અને ધીમે ધીમે તમારી આધ્યાત્મિક બંધારણીય સ્થિતિ વિકસિત કરો અને દિવ્ય પદ પર સ્થિત થાઓ. પરસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન: (ભ.ગી. ૮.૨૦). આ પદ્ધતિ છે. પણ જો તમે પ્રાણીઓની જેમ બદ્ધ જીવનમાં રહો, તો તમે પ્રાણીઓનું જીવન ચાલુ રાખો છો - ખાવું, ઊંઘવું, મૈથુન અને રક્ષણ, અને અસ્તિત્વ માટેનો સંઘર્ષ. મન: શષ્ઠાનીંદ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી (ભ.ગી. ૧૫.૭). પછી તમે આ ભૌતિક જગતમાં હમેશા માટે સંઘર્ષ કરો છો. ક્યારેક તમે રાજા ઇન્દ્ર બનો છો, અને ક્યારેક તમે ઇન્દ્ર જીવાણુ બનો છો."
|