"તો કૃષ્ણ સાથે રમવું, કૃષ્ણના પાર્ષદ બનવું, કૃષ્ણ સાથે નૃત્ય કરવું, તે સાધારણ વસ્તુ નથી. આપણે તે કરવું છે. આપણે અહિયાં તે કરવું છે. આપણે ઘણી બધી રમતગમતની ક્લબો હોય છે, નૃત્યની ક્લબ, કારણકે આપણે તે કરવું છે. પણ આપણે તે આ ભૌતિક જગતમાં કરવું હોય છે. તે આપણી ખામી છે. તે જ વસ્તુ, તમે કૃષ્ણ સાથે કરી શકો છો. બસ કૃષ્ણ ભાવનાભાવિત બનો અને તમને તક મળે છે. શ માટે તમે અહી રમતગમત માટે અને નૃત્ય માટે પીડાઓ છો? તેને કહેવાય છે ધર્મસ્ય હી આપવર્ગ્યસ્ય (શ્રી.ભા. ૧.૨.૯). આને બંધ કરો, મારા કહેવાનો મતલબ, ભૌતિક જીવનની હમેશા પીડાકારક પરિસ્થિતી. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯). કારણકે આપણને આ શરીર છે. આ ભૌતિક શરીર મતલબ બધી જ પીડાઓનો સ્ત્રોત. કૃત્રિમ રીતે, કહેવાતા વૈજ્ઞાનિક વિકાસથી, આપણે ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ તે વાસ્તવિક સુખ નથી."
|