"મુખ્યત્વે કૃષ્ણની ત્રણ શક્તિઓ હોય છે: ભૌતિક શક્તિ, આધ્યાત્મિક શક્તિ અને તટસ્થ શક્તિ. તટસ્થ શક્તિ, આપણે છીએ. આપણે તટસ્થ કહેવાઈએ છીએ કારણકે આપણે શક્તિ હેઠળ રહેવું પડે, બીજી ચડિયાતી શક્તિ હેઠળ. જેમ કે જો તમે કાર્યાલયમાં કામ કરતાં હોવ, તમારે કોઈ ઉપરી અધિકારી હેઠળ કાર્ય કરવું પડે, સ્વતંત્રતાપૂર્વક નહીં. તેવી જ રીતે, આપણું તટસ્થ પદ છે કે આપણે ભૌતિક શક્તિના માર્ગદર્શન હેઠળ રહી શકીએ અથવા આપણે આધ્યાત્મિક શક્તિના માર્ગદર્શન હેઠળ રહી શકીએ. આધ્યાત્મિક શક્તિના માર્ગદર્શન હેઠળ રહેવું આપણું વાસ્તવિક જીવન છે. અને ભૌતિક પ્રકૃતિના માર્ગદર્શન હેઠળ રહેવું, તેને માયા કહેવાય છે. તેથી આપણે તટસ્થ છીએ, આપણે આપણી પસંદગી કરી શકીએ છીએ."
|