GU/740528 ભાષણ - શ્રીલ પ્રભુપાદ રોમમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બ્રહ્માએ નારદને શિક્ષા આપી. નારદે વ્યાસદેવને શિક્ષા આપી. વ્યાસદેવે તેમના શિષ્ય મધવાચાર્યને શિક્ષા આપી. આ રીતે આપણે પણ જવું પડે, તે જ રીતે. સૌ પ્રથમ, ગુરુને પ્રણામ કરો, જેમ તે શુકદેવ ગોસ્વામીને કરવામાં આવે છે. તમ વ્યાસ શુનુમ ઉપયામી ગુરૂમ મુનિનામ (શ્રી.ભા. ૧.૨.૩). તો પછી તેમના ગુરુ, પછી તેમના ગુરુ, તેમના ગુરુ - છેવટે કૃષ્ણ. આ પદ્ધતિ છે. કૃષ્ણ પાસે સીધા પહોંચવાનો પ્રયત્ન ના કરો, કૂદકો. તે બેકાર છે. જેમ તમે તબક્કાવાર જ્ઞાન પ્રાપ્ત કરો છો, પરંપરા પદ્ધતિ, તેવી જ રીતે, આપણે કૃષ્ણ પાસે આ તબક્કા અનુસાર જવું જોઈએ.
નારાયણમ નમસ્કૃત્ય
નરમ ચૈવ નરોત્તમમ
દેવીમ સરસ્વતીમ વ્યાસમ
તતો જયમ ઉદીરયેત
(શ્રી.ભા. ૧.૨.૪)

આ રીતે તમે ભવ્ય બનો છો."

740528 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૪ - રોમ