"વ્યાસદેવ, તેમના ગુરૂ નારદની શિક્ષા હેઠળ, તેમણે ભક્તિયોગનું ધ્યાન કર્યું, અને તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જોયા. અપશ્યત પુરુષમ પૂર્ણમ. પૂર્ણમ મતલબ પૂર્ણ. તો આપણે પણ પુરુષ છીએ, જીવો. પુરુષ મતલબ ભોક્તા. તો આપણે આનંદ કરવાનો પ્રયાસ કરીએ છીએ, પણ આપણે અપૂર્ણ છીએ, પૂર્ણ નથી. આપણને આનંદ કરવાની ઘણી બધી ઈચ્છા હોય છે, પણ આપણે કરી નથી શકતા, કારણકે આપણે અપૂર્ણ છીએ. તે ભજન વિદ્યાપતિ દ્વારા ગાવામાં આવેલું છે, કે તાતલ વારી બિંદુ સમ (શ્રીલ વિદ્યાપતિ ઠાકુર). તાતલ સૈકતે. દરિયા કિનારે ગરમ રેતીમાં તમને ઘણું બધુ પાણી જોઈએ છે. પણ જો કોઈ તમને કહે કે, 'હા, હું પાણી પૂરું પાડીશ'. 'મને પાણી આપો'. 'ના, એક ટીપું'. તો તે મને સંતુષ્ટ નહીં કરે. તો આપણને ઘણી બધી ઈચ્છાઓ હોય છે. તે જીવનના કહેવાતા ભૌતિક વિકાસથી પૂરી ના થઈ શકે. તે શક્ય નથી."
|