GU/740602 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
ગુરુ ગૌરાંગ: જો અહિયાં લોકો પાપી છે, એવું કેવી રીતે છે કે તેમની પાસે આટલી બધી સરસ સુવિધાઓ છે? તે બહુ જ જલ્દી જતું રહેશે, બહુ જ જલ્દી.


પ્રભુપાદ: હા. હા. જેમ તે લોકો તેમના પાપમય કાર્યો વધારતા જશે, આ સુવિધાઓ લઈ લેવામાં આવશે. તેથી આપણે પ્રસ્તાવ મૂકીએ છીએ કે 'દરેક વસ્તુ કૃષ્ણની છે, અને આપણે બધા કૃષ્ણની સંતાન છીએ. બસ કૃષ્ણ ભાવનામૃતમાં સહકાર આપો, પછી આખી દુનિયા સુખી થશે'. આ આપણો પ્રસ્તાવ છે. શા માટે તમે વિચારો છો કે તે અમેરિકન છે, તે સ્વીસ છે, તે ભારતીય છે? બધુ જ કૃષ્ણનું છે. ચાલો કૃષ્ણના આજ્ઞાકારી બનીએ, અને કારણકે આપણે કૃષ્ણની સંતાન છીએ, ચાલો કૃષ્ણની સંપત્તિને માણીએ. તરત જ સુખ હશે. મે ઘણી વાર કહ્યું છે કે ..., હજુ પણ આખી દુનિયા એટલું બધુ ધાન્ય અને ખોરાક ઉત્પાદન કરી શકે છે, દસ ગણી જનતાને ખાવા આપી શકાય. દસ ગણી. આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં, ઇંગ્લૈંડમાં, અમેરીકામાં, ઘણી બધી, મારા કહેવાનો મતલબ, ખોરાક ઉત્પાદન કરવાની સગવડ છે. પણ તે લોકો સહકાર નહીં આપે. તે લોકો પ્રાણીઓને મારશે. તે લોકો અનાજને દરિયામાં ફેંકી દેશે અને દાવો કરશે, 'તે મારી ભૂમિ છે. તે મારી સંપત્તિ છે'.

740602 - સવારની લટાર - જીનીવા