"સાધારણ વ્યક્તિઓ, તેઓ પવિત્ર તીર્થ સ્થળોએ જાય છે, અને તેઓ પવિત્ર સ્થળોમાં તેમના પાપ કર્મો છોડી દે છે. તે પવિત્ર સ્થળોએ જવાનો હેતુ છે, કે "આખા જીવન દરમ્યાન, જે પણ પાપમય કાર્યો મે કર્યા છે, હવે હું અહી છોડી દઉં છું અને હું શુદ્ધ બનું છું." તે એક હકીકત છે. વ્યક્તિ શુદ્ધ થાય છે. પણ સામાન્ય માણસ, તે જાણતો નથી કે કેવી રીતે શુદ્ધ જીવન રાખવું. તેથી ફરીથી તે ઘરે આવે છે અને ફરીથી પાપમય કાર્યો કરે છે. અને ફરીથી ક્યારેક તે જઈ શકે છે... જેમ કે તમારા, ખ્રિસ્તી ચર્ચમાં, તેઓ દર અઠવાડીએ ચર્ચ પર આવે છે, અને તેઓ, શું કહેવાય છે, કબૂલાત. તો આ પ્રકારનું કાર્ય બહુ સારું નથી. એક વાર શુદ્ધ થઈ ગયા પછી, તમે શુદ્ધ રહો. તો જ્યારે પવિત્ર તીર્થ સ્થળો એક સામાન્ય માણસના પાપી કાર્યોથી ભરાઈ જાય છે, એક સાધુ વ્યક્તિ જ્યારે ત્યાં જાય છે, તે પવિત્ર સ્થળને સ્વચ્છ બનાવે છે."
|