"ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી, તમે આ કૃષ્ણ ભાવનામૃત તત્વજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો, અને કોઈ મુશ્કેલી નથી. દરેક વસ્તુ આપણી ભગવદ ગીતામાં છે. તમે ફક્ત સમજવાનો પ્રયત્ન કરો, અને તમારું જીવન સફળ બનાવો. તે અમારી વિનંતી છે. ધૂર્ત, મૂઢ, નરાધમ, માયયાપહ્રત-જ્ઞાના ના બનશો. આ શિક્ષણનું કોઈ મૂલ્ય નથી, કારણકે વાસ્તવિક જ્ઞાન, કઈ છે જ નહીં. સાચું જ્ઞાન છે ભગવાનને સમજવું. આખી દુનિયામાં કોઈ જ્ઞાન નથી, કોઈ યુનિવર્સિટી નથી. તો તેઓ ફક્ત ધૂર્તોનું ઉત્પાદન કરી રહ્યા છે. તો મારી એક માત્ર વિનંતી છે કે તમે ધૂર્તો ના બનશો. તમે અહી ફક્ત રાધાકૃષ્ણની પૂજા કરો. રાધા-કૃષ્ણ-પ્રણય-વિકૃતિ: (ચૈ.ચ. આદિ ૧.૫). ફક્ત કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો અને તમારું જીવન સફળ બનશે."
|