"જો તમે કૃષ્ણને પરમ સત્તા તરીકે સ્વીકાર્યા છે, અને કૃષ્ણ કહે છે કે તેમાં કોઈ સંદેહ નથી, તો શા માટે હું સંદેહ કરું? શા માટે હું કૃષ્ણ પર અવિશ્વાસ કરું? આ પદ્ધતિ છે. હરે કૃષ્ણ જપ કરો. હમેશા કૃષ્ણને યાદ કરો. અને મૃત્યુ કોઈ પણ સમયે આવી શકે છે. એવી કોઈ ખાત્રી નથી કે આટલા સમય પછી જ તમે મરશો. કોઈ પણ ક્ષણે, તમે મરી શકો છો. મૃત્યુ, કોઈ ખાત્રી નથી. પણ તે નક્કી છે કે તમે મરશો જ. તે નક્કી છે. પણ ક્યારે તમે મરશો, તેની ખાત્રી નથી. તેથી આપણે કોઈ પણ ક્ષણે મૃત્યુ માટે તૈયાર રહેવું જ જોઈએ. તેથી એક ભક્ત મૃત્યુથી ભયભીત નથી થતો. તે જાણે છે કે મૃત્યુ કોઈ પણ ક્ષણે આવી શકે છે."
|