"ધારોકે આ જીવનમાં હું મનુષ્ય છું, આગલા જીવનમાં હું મનુષ્ય ના હોઈ શકું. આ વિધાન અખબારના પત્રકારને ગમ્યું નહીં. (હસતાં) તેને કહેવામા આવ્યું હતું કે આવતા જીવનમાં તમે પશુ બની શકો છો, તો તેણે મારા નામ પર પ્રકાશિત કર્યું, 'સ્વામી પશુ બની શકે છે'. સ્વામી પણ પશુ બની શકે છે, કહેવાતા સ્વામીઓ, તેઓ પશુ બનશે. (હાસ્ય) તો તે ખોટું નથી. પણ આપણે ભક્તો, આપણે પશુ બનવાથી ભયભીત નથી. આપણું એક માત્ર ધ્યેય છે કે આપણે કૃષ્ણ ભાવનાભાવિત બનીએ. તો પશુ, ગાય અને વાછરડાઓ, જે કૃષ્ણ ભાવનાભાવિત છે... તમે કૃષ્ણનું ચિત્ર જોયું છે? હા. તો વધુ સારું છે કે આપણે કૃષ્ણના પશુ બનીએ (હાસ્ય). તો ત્યાં કશું ખોટું નથી. જો આપણે કૃષ્ણના પશુ પણ બનીએ, તે પણ ખૂબ જ પ્રતિષ્ઠિત છે. તે સાધારણ વસ્તુ નથી."
|