GU/740626b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મેલબોર્નમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ચિંતામણી પ્રકર સદ્મશુ કલ્પ વૃક્ષ લક્ષાવૃતેશુ સુરભિર અભિપાલયંતમ (બ્ર.સં. ૫.૨૯). કૃષ્ણ, તેઓ હમેશા ગાયોને ચરાવે છે. તેમનું નામ ગોપાળ છે. કૃષ્ણના પ્રાણી બનવું તે મહાન, મહાન સૌભાગ્ય છે. તે સાધારણ વસ્તુ નથી. કૃષ્ણના કોઈ પણ પાર્ષદ, ભલે તે ગોપાળ મિત્રો હોય અથવા વાછરડું અથવા ગાય, અથવા વૃંદાવનના વૃક્ષો, છોડો, ફૂલો અથવા પાણી, તે બધા કૃષ્ણના ભક્તો છે. તેમને અલગ અલગ ક્ષમતામાં કૃષ્ણની સેવા કરવી ગમે છે. કોઈ કૃષ્ણની પ્રાણી બનીને સેવા કરે છે. કોઈ કૃષ્ણની વૃક્ષ બનીને, ફળો અને ફૂલો આપીને સેવા કરે છે, કોઈ યમુના નદી તરીકે, અથવા સુંદર ગોપાળ યુવકો અને યુવતીઓ તરીકે અથવા કૃષ્ણના પિતા, માતા, ઘણી બધી રીતે કૃષ્ણ સાથે. કૃષ્ણ નિરાકાર નથી. તો તેમને ઘણા બધા પ્રેમીઓ છે. કૃષ્ણ પણ તેમને પ્રેમ કરે છે. તો કૃષ્ણનું બીજું નામ છે પશુ-પાલ, પશુ-પાલ-પંકજ. તેઓ પશુઓના પાલક છે."
740626 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧-૫ - મેલબોર્ન