"જે લોકો વિચારે છે કે કૃષ્ણનું શરીર ભૌતિક છે, તેઓ માયાવાદી કહેવાય છે. પણ વાસ્તવમાં, કૃષ્ણનું શરીર ભૌતિક નથી. સાબિતી છે કે કૃષ્ણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણે છે. ભૌતિક શરીરમાં તે શક્ય નથી. જેમ કે મને મારા ગયા જન્મમાં પહેલાનું શરીર હતું, પણ મને યાદ નથી. જો કોઈ વ્યક્તિ મને પૂછે, 'તમે પાછલા જીવનમાં શું હતા?' તે બહુ મુશ્કેલ છે, કારણકે મૃત્યુ મતલબ ભૂલી જવું. આપણે મરતા નથી. જ્યાં સુધી આપણે, જીવોનો પ્રશ્ન છે, આપણે મરતા નથી. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). આપણે મરતા નથી. આ રોગ છે, કે આપણે એક વિદેશી શરીર સ્વીકારીએ છીએ, ભૌતિક શરીર. અને વિદશી શરીર એક યંત્ર છે. જેમ કે તમારી પાસે એક ગાડી છે. તમે તેમાં સવારી કરી શકો, ગાડીને ચલાવી શકો જ્યાં સુધી યંત્ર કામ કરે છે. પણ જેવુ યંત્ર કામ નથી કરતું, તમારે ગાડી બદલવી પડે. તે તેના જેવુ છે."
|