GU/740928 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે કૃષ્ણને સમજો નહીં, તો તમારું કહેવાતા વેદો અને વેદાંતો અને ઉપનિષદોને વાંચવું, તે બધુ બેકાર સમયનો બગાડ છે. તો અહી કુંતી પ્રત્યક્ષ રીતે કહે છે કે 'મારા પ્રિય કૃષ્ણ, તમે આદ્યમ પુરુષમ છો, મૂળ વ્યક્તિ. અને ઈશ્વરમ. તમે સાધારણ વ્યક્તિ નથી. તમે પરમ નિયંત્રક છો' (શ્રી.ભા. ૧.૮.૧૮). તે કૃષ્ણ વિશેની સમજણ છે. ઈશ્વર: પરમ: કૃષ્ણ: (બ્ર.સં. ૫.૧). દરેક વ્યક્તિ નિયંત્રક છે, પણ પરમ નિયંત્રક કૃષ્ણ છે. તો જોકે આ ભૌતિક જગતની નિંદા થયેલી છે - દુ:ખાલયમ અશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫), કૃષ્ણ કહે છે - તે પણ કૃષ્ણનું રાજ્ય છે, કારણકે બધુ જ ભગવાન, કૃષ્ણ, નું છે. તો આ નિંદામય સ્થળ નિંદિત લોકોને પીડાવા માટે રચવામાં આવ્યું છે. કોણ નિંદિત છે? જે લોકો કૃષ્ણને ભૂલી ગયા છે અને જેમણે સ્વતંત્ર રીતે ખુશ થવું છે, તે બધા નિંદિત વ્યક્તિઓ છે. અને જે લોકો કૃષ્ણને શરણાગત છે, તેઓ નિંદિત નથી. તે અંતર છે."
740928 - ભાષણ શ્રી.ભા. ૧.૮.૧૮ - માયાપુર