GU/741122 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જો તમે વાસ્તવમાં બધુ જ શરણાગત કરો છો, તમારું જીવન... પ્રાણૈર અર્થૈર ધિયા વાચા (શ્રી.ભા. ૧૦.૨૨.૩૫). આપણે આપણું જીવન બલિદાન કરી શકીએ છીએ, આપણું ધન - પ્રાણ, અર્થ. આપણે આપણી બુદ્ધિ બલિદાન કરી શકીએ છીએ. દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે. જો તે બલિદાન આપે... આને યજ્ઞ કહેવાય છે. જો તમે બલિદાન આપો.. તમારી પાસે બુદ્ધિ છે. દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે કે કેવી રીતે તેની ઇન્દ્રિય તૃપ્તિ સરસ બનાવે. એક કીડી પણ જાણે છે કે કેવી રીતે તેની ઇન્દ્રિય તૃપ્તિ કરવી. તો તમારે તે બલિદાન આપવું પડે. તમારી ઇન્દ્રિયોને તૃપ્ત ના કરો, પણ કૃષ્ણની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરો. પછી તમે સિદ્ધ છો."
741122 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૨ - મુંબઈ