"કૃષ્ણ પાસે ભક્તિ સિવાય બીજું કશું માંગવુ મૂર્ખતા છે. તે મૂર્ખતા છે. મારા ગુરુ મહારાજ આ ઉદાહરણ આપતા હતા: જેમ કે જો તમે એક ધનવાન માણસ પાસે જાઓ અને તે કહે, 'હવે, તારી જે ઈચ્છા હોય, તું તે મારી પાસેથી માંગી શકે છે. હું તને આપીશ,' તો જો તમે તેની પાસે માંગો કે 'તમે મને એક ચપટી રાખ આપો,' શું તે બહુ બુદ્ધિશાળી છે? તેવી જ રીતે,... એક કથા છે, કે એક ઘરડી સ્ત્રી જંગલમાં હતી... મને લાગે છે કે એસોપની કથા અથવા ક્યાક. તો તે એક સૂકા લાકડાની મોટી પોટલી લઈ જતી હતી, પોટલી પડી ગઈ. તે બહુ ભારે હતી. તો ઘરડી સ્ત્રી બહુ જ પરેશાન થઈ ગઈ, 'આ પોટલી મારા માથે મૂકવા કોણ મારી મદદ કરશે?' તો તેણે ભગવાનને બોલાવવા માંડ્યા, 'ભગવાન, મારી મદદ કરો.' અને ભગવાન આવ્યા: 'તમારે શું જોઈએ છે?' 'કૃપા કરીને આ પોટલી મારા માથે મૂકી આપો.' (હાસ્ય) જરા જુઓ. ભગવાન વરદાન આપવા આવ્યા, અને તેને જોઈતું હતું કે 'આ પોટલી મારા માથે મૂકી આપો'."
|