GU/741208 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: (ભ.ગી. ૩.૨૭)... આપણે માયા દ્વારા બનેલા એક યંત્ર છીએ. અને જ્યાં સુધી આપણે આ યંત્રમાં છીએ, યંત્ર જૂનું થશે અને તમારે તે બીજા યંત્ર માટે બદલવું પડશે. તે ચાલી રહ્યું છે. તેને જન્મ-મૃત્યુ કહેવાય છે. તેને જન્મ અને મૃત્યુ કહેવાય છે. નહિતો તમે અને હું, આપણને કોઈ જન્મ અને મૃત્યુ નથી હોતા. ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. આત્મા, અથવા બ્રહ્મ, તે જન્મ નથી લેતો અથવા મૃત્યુ નથી પામતો. આપણે ફક્ત આ યંત્ર બદલીએ છીએ, શરીર. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦)." |
741208 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૩૯-૪૦ - મુંબઈ |