"તબીબી વિજ્ઞાન, તેઓ અલગ અલગ કોષો વિશે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે; પણ કોષોમાથી શું અસ્તિત્વમાં આવ્યું? તે પ્રકૃતિની અસર હેઠળ છે. પ્રકૃતે: ક્રિયમાણાની (ભ.ગી. ૩.૨૭). અને પ્રકૃતિ પરમ ભગવાન, કૃષ્ણ, ના નિર્દેશ હેઠળ કામ કરી રહી છે. મયાધ્યક્ષેણ (ભ.ગી. ૯.૧૦). તેથી, આખરે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની અધ્યક્ષતામાં બધુ જ ચાલી રહ્યું છે. પણ કેવી રીતે તે ચાલી રહ્યું છે, તે આપણે સમજાવી નથી શકતા. આપણી પાસે સીમિત જ્ઞાન છે. તેથી શાસ્ત્ર કહે છે, 'તર્ક કરવાનો પ્રયત્ન ના કરો, કારણકે તમે અપૂર્ણ છો, પણ વસ્તુઓ આવી રીતે ચાલી રહી છે. સમજવાનો પ્રયત્ન કરો'."
|