"આધુનિક સમાજ, તે લોકો આત્માની દરકાર નથી કરતાં; તે લોકો ફક્ત યંત્રની કાળજી લે છે, શરીર. તેથી સમસ્યાઓ છે. તમે પૂછ્યું, 'કેવી રીતે સમસ્યાઓનું સમાધાન લાવવું?' સમસ્યાઓ આના કારણે છે, કે તેઓ યંત્ર ચાલકની કાળજી નથી લઈ રહ્યા; તેઓ ફક્ત યંત્રની, શરીરની, કાળજી લઈ રહ્યા છે. તો જો તમે યંત્રચાલકની કાળજી લો, તો તમે ડાહ્યા છો, તે સારી રીતે ચલાવશે, શરીર ઉપદ્રવી નહીં રહે, તે શાંતિથી જીવશે. આ સમસ્યા છે. જો યંત્રચાલક સચેત છે, તો તેને વારંવાર ગાડી માટે યાંત્રિક ઇજનેરની જરૂર નહીં પડે. તે યંત્રને ચાલતું રાખશે. તો જો તે પોતાને ડાહ્યો રાખે, તો તે યંત્રને પણ ચાલતું રાખશે."
|