GU/750227 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મિયામીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે, આપણે સમજવું જોઈએ, 'કેવી રીતે વસ્તુઓ થઈ રહી છે? કેવી રીતે મને અલગ અલગ પ્રકારના શરીર મળી રહ્યા છે? કેવી રીતે હું મારા શરીરના નિર્દેશન અનુસાર કાર્ય કરી રહ્યો છું અને ખુશ નથી? હવે કારણ શું છે? તો હું શું છું? મને દુ:ખ નથી જોઈતું. શા માટે બળપૂર્વક મારા પર દુ:ખ નાખવામાં આવે છે? મારે મરવું નથી. શા માટે બળપૂર્વક મારે મરવું પડે છે? મારે વૃદ્ધ નથી બનવું. મારે હમેશને માટે યુવાન રહેવું છે. શા માટે વૃદ્ધાવસ્થા બળપૂર્વક મારા પર થોપવામાં આવે છે?' ઘણી બધી વસ્તુઓ છે. આ રીતે, જ્યારે આપણે પૂરતા બુદ્ધિશાળી બનીશું અને કૃષ્ણ અથવા તેમના પ્રતિનિધિ પાસે જઈશું, ત્યારે આપણું જીવન સુધરે છે."
750227 - ભાષણ ભ.ગી. ૧૩.૪ - મિયામી