GU/750228 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ એટલાંટામાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો જે કઈ પણ થોડી ઘણી સફળતા મને મળી છે, તે ફક્ત આ જ કારણથી છે. મારા ગુરુ મહારાજે કહ્યું હતું કે 'તું જા અને જે પણ તું શીખ્યો છું તેનો અંગ્રેજી ભાષામાં પ્રચાર કર'. બસ તેટલું જ. તો હું આ શ્રદ્ધાથી અહિયાં આવ્યો હતો, કે 'મારા ગુરુ મહારાજે કહ્યું છે. તે સફળ થશે જ'. મે તમને કોઈ જાદુ નથી બતાવ્યુ, સોના-બનાવવાનું જાદુ. મારી પાસે સોનું ક્યાં છે? હું પહેલા ચાલીસ રૂપિયા સાથે આવ્યો હતો. (મંદ હાસ્ય કરે છે) તો આ વેદિક શિક્ષા છે, ગુરુ-મુખ-પદ્મ-વાક્ય, અને શ્રી ગુરુ ચરણે રતિ, એઈ સે ઉત્તમ-ગતિ. તે સાચો વિકાસ છે." |
750228 - વાર્તાલાપ - એટલાંટા |