"જો તમારે પરમ ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય, તો તમારે કોઈ ચોક્કસ પ્રકારની તપસ્યા માટે સહમત થવું જ પડે. નહિતો તે શક્ય નથી. પ્રાથમિક થોડી તપસ્યા - જેમ કે એકાદશી; તે પણ એક પ્રકારની તપસ્યા છે. વાસ્તવમાં, એકાદશીના દિવસે આપણે કોઈ પણ ખોરાક લેવો ના જોઈએ, પાણી પણ નહીં. પણ આપણા સમાજમાં આપણે એટલું ચુસ્તતાથી કરતાં નથી. આપણે કહીએ છીએ, 'એકાદશી, તમે ધાન્ય ના લેશો. થોડું ફળ, દૂધ લો'. આ તપસ્યા છે. તો આપણે આ તપસ્યાનો અમલ ના કરી શકીએ? તો જો આપણે આ બહુ, બહુ જ સરળતાથી અમલમાં મૂકી શકાય તેવી તપસ્યા પણ કરવા માટે તૈયાર નથી, તો કેવી રીતે તમે ભગવદ ધામ જવાની આશા રાખી શકો?"
|