"જે વ્યક્તિ કૃષ્ણને પોતાનામાં શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે... કૃષ્ણ ત્યાં છે. તો તમારે તેમને જોવા માટે યોગ્ય બનવું પડે. તેની જરૂર છે. તેને ભક્તિયોગ કહેવાય છે. બ્રહ્મસંહિતામાં તે કહ્યું છે, પ્રેમાંજનચ્છુરિત ભક્તિ વિલોચનેન સંત: સદૈવ હ્રદયેશુ વિલોકયંતી (બ્ર.સં. ૫.૩૮) ફક્ત શારીરિક કસરતો કરવાથી તે શક્ય નથી. વ્યક્તિએ કૃષ્ણ માટે દિવ્ય પ્રેમ વિકસિત કરવો પડે. પ્રેમાંજનચ્છુરિત. જ્યારે તમારી આંખો ભગવદ પ્રેમથી અંજાશે, પછી તમે ભગવાનને પોતાની અંદર ચોવીસ કલાક જોઈ શકશો. સદૈવ હ્રદયેશુ વિલોકયંતી. આ સમજવું મુશ્કેલ નથી, કારણકે તમે જેને પણ પ્રેમ કરો, તમે હમેશા તેના વિશે વિચારો, તમે હમેશા તેની ઉપસ્થિતિ અનુભવો, તો કૃષ્ણ શા માટે નહીં? તે મુશ્કેલ નથી. તેથી કૃષ્ણ શિક્ષા આપી રહ્યા છે. કૃષ્ણ માટે પ્રેમ વિકસિત કરવાની, તેઓ કહે છે, મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫)."
|