"માનવ સંસ્કૃતિ ચોથા વર્ગના માણસોને પ્રથમ વર્ગના માણસો સુધી ઉપર ઉઠાવવા માટે હોવી જોઈએ. તે માનવ સંસ્કૃતિ છે. પણ કોઈ ખ્યાલ જ નથી કે પ્રથમ વર્ગનો માણસ કોણ છે. દરેક વ્યક્તિ દારૂડિયો છે, દરેક વ્યક્તિ અવૈધ મૈથુન કરવાવાળો છે, અને દરેક વ્યક્તિ જુગારી છે અને દરેક વ્યક્તિ માંસાહારી છે. પ્રથમ વર્ગનો માણસ ક્યાં છે? કોઈ પ્રથમ વર્ગનો માણસ નથી. બધાજ ચોથા વર્ગના માણસો. અને તેમને દરેક શિક્ષા આપવામાં આવી રહી છે માત્ર મોટા મોટા ગગનચુંબી મકાનો બનાવાવની અને દર વર્ષે, ગાડીના નવા નમૂના બનાવવાની. શું તે સંસ્કૃતિ છે? તે સંસ્કૃતિ નથી? તમે ટેક્નોલોજીમાં વિકસિત થઈ શકો છો. તો ટેક્નોલોજી મતલબ કારીગર. ધારોકે એક માણસ જાણે છે કે કેવી રીતે વીજળી ચાલે છે, ઘણી બધી વસ્તુઓ. શું તેનો મતલબ તેવો છે કે તે શિક્ષિત માણસ છે? ના. શિક્ષિત, પ્રથમ વર્ગનો માણસ, તે ભગવદ ગીતામાં આપેલું છે: શમો દમ: સત્યમ શુચિસ તીતીક્ષ આર્જવમ, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ-જમ (ભ.ગી. ૧૮.૪૨). આ પ્રથમ વર્ગ છે. એવું કશું લખેલું નથી કે 'ઇલેક્ટ્રિશિયન', અથવા એક 'મોટરનો કારીગર' અને એક... (હાસ્ય) તો તમે પદભ્રષ્ટ થાઓ છો. તેથી તમે આ કટોકટીનો સામનો કરી રહ્યા છો, કે 'ગુનાઓ, અને શા માટે અને શું કરવું'."
|