GU/750706 ભાષણ - શ્રીલ પ્રભુપાદ શિકાગોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધ્યાત્મિક જગતમાં શરીરનું પાલન કરવાની કોઈ જરૂર નથી. શરીર આધ્યાત્મિક છે. જેમ આપણે અહી આ ભૌતિક જગતમાં જોઈએ છીએ, આ શરીરને જાળવવું મતલબ મને ખાવાની જરૂર પડે, મારૂ ઊંઘવું પડે છે, મારે મારી ઇન્દ્રિયને તૃપ્ત કરવી પડે છે અને મારે રક્ષણ કરવું પડે છે - ચાર જરૂરિયાતો. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ. અને આધ્યાત્મિક શરીર મતલબ આ ચાર પ્રકારની શારીરિક જરૂરિયાતો શૂન્ય, હવે કોઈ નહીં. તે આધ્યાત્મિક જીવન છે. તેનો મતલબ ખાવાનું નહીં, ઊંઘવાનું નહીં, મૈથુન નહીં, અને રક્ષણ નહીં. તે ગોસ્વામીઓ, વૃંદાવનના છ ગોસ્વામીઓ, તેમણે અભ્યાસ કર્યો હતો. નિદ્રાહાર વિહારકાદી વિજિતૌ. વિજય. તો આ આધ્યાત્મિક જીવનનો વિકાસ છે. જ્યારે આપણે આ વસ્તુઓ પર વિજય પ્રાપ્ત કરીએ છીએ, તેનો મતલબ આપણે આધ્યાત્મિક સ્તર પર આવીએ છીએ."
750706 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૨ - શિકાગો