"જીવ, આત્મા, સ્વભાવથી સુખી છે. નિરાશાનો કોઈ પ્રશ્ન જ નથી. તમે કૃષ્ણનું ચિત્ર કોઈ પણ જગ્યાએ જુઓ, કેવી રીતે તેઓ સુખી છે. ગોપીઓ સુખી છે, ગોપાળો સુખી છે, કૃષ્ણ સુખી છે. ફક્ત સુખ. નિરાશા ક્યાં છે? તો તમે તે સ્તર પર આવો. પછી તમે પણ સુખી થશો. તમે કૃષ્ણ પાસે આવો. કૃષ્ણ સાથે નૃત્ય કરો. કૃષ્ણ સાથે ખાઓ. અને તે માહિતી અમે આપી રહ્યા છીએ. નિરાશાનો પ્રશ્ન જ ક્યાં છે? કૃષ્ણ પાસે આવો. કૃષ્ણ તેથી વ્યક્તિગત રીતે આવે છે તે બતાવવા માટે કે કેવી રીતે તેઓ વૃંદાવનમાં સુખી છે, અને તેઓ આમંત્રણ આપે છે, 'મારી પાસે આવો'. સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬): 'તમે ફક્ત મારી પાસે આવો. હું તમને બધો જ આનંદ આપીશ'. પણ આપણે જતાં નથી. તો તે કૃષ્ણનો અથવા કૃષ્ણના સેવકનો વાંક નથી. જે વ્યક્તિ તે સ્તર સુધી આવતો નથી, તે તેનો વાંક છે. આપણે દરેકને પ્રચાર કરી રહ્યા છીએ કે 'કૃષ્ણ ભાવનામૃતમાં આવો અને સુખી રહો'."
|