GU/750714 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ફિલાડેલ્ફિયામાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન પ્રકૃતિને આજ્ઞા આપે છે કે 'આ જીવને આવું કઈક જોઈએ છે. તું તેને એક યંત્ર આપ'. તો પ્રકૃતિ, આપણને અલગ અલગ પ્રકારના યંત્ર આપે છે. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણૈઃ કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). હું ન તો યંત્ર ચલાવું છું , કે ન તો મે યંત્ર બનાવ્યું છે. મને કામ કરવા માટે એક ભેટ મળી છે, અથવા મારી ઈચ્છા પૂરી કરવા માટે. આ સ્થિતિ છે. તો શાસ્ત્ર કહે છે કે 'તમને હવે એક બહુ જ સારું યંત્ર મળેલું છે'. નૃ-દેહમ. મનુષ્ય શરીર એક બહુ જ સરસ યંત્ર છે. નૃ-દેહમ આદ્યમ સુલભમ સુકલ્પમ. તે બહુ જ દુર્લભ છે. બહુ જ મુશ્કેલીઓથી તમને આ યંત્ર મળેલું છે, કારણકે આપણે ઘણા બધા યંત્રોમાથી પસાર થઈને આવી રહ્યા છીએ - જળચર, વનપસ્પતિ, જીવાણુઓ, વૃક્ષો, અને સાપ, સરિસૃપ, પછી પક્ષીઓ, પછી પશુ - લાખો અને લાખો વર્ષો. જેમ કે તમે આ જોયું છે, વૃક્ષો ત્યાં ઊભા છે, કદાચ પાંચ હજાર વર્ષોથી. તો જો તમને તે યંત્ર મળશે, તમે હલી ના શકો, તમારે એક જ જગ્યાએ ઊભું રહેવું પડશે. તો આપણે આ બધામાથી પસાર થઈ ચૂક્યા છીએ. મૂર્ખ લોકો, તે જાણતા નથી. તેથી આ યંત્ર સુલભમ છે. સુલભમ મતલબ બહુ જ સદભાગ્યથી આપણને આ યંત્ર મળ્યું છે."
750714 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૩૦ - ફિલાડેલ્ફિયા