GU/750730 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ડેલ્લાસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આત્મા, વ્યક્તિગત આત્મા, કૃષ્ણનો અંશ છે. તેથી તેનું કર્તવ્ય છે પૂર્ણ સાથે રહેવું. જેમ કે યંત્રનો એક ભાગ, એક ટાઇપરાઇટર યંત્રનો સ્ક્રૂ: જો સ્ક્રૂ યંત્ર સાથે રહે, તો તેનું મૂલ્ય છે. અને જો સ્ક્રૂ યંત્ર વગર રહે, તેનું કોઈ મૂલ્ય નથી. એક નાના સ્ક્રૂની કોણ પરવાહ કરે છે? પણ જ્યારે તે સ્ક્રૂની યંત્રમાં જરૂર પડે છે, તમે ખરીદવા જાઓ છો - તે લોકો પાંચ ડોલર લેશે. શા માટે? જ્યારે તે યંત્ર સાથે જોડાય છે, તેનું મૂલ્ય છે. ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે અગ્નિનું તણખલું. જ્યારે અગ્નિ બળી રહી છે, તમે નાના તણખલા જોશો, 'ફટ! ફટ!' આ રીતે, તે બહુ સુંદર છે. તે બહુ સુંદર છે કારણકે તે અગ્નિ સાથે છે. અને જેવા તણખલા અગ્નિથી નીચે પડી જાય છે, તેનું કોઈ મૂલ્ય નથી. કોઈ પણ તેની પરવાહ નથી કરતું. તે સમાપ્ત થઈ જાય છે. તેવી જ રીતે, જ્યાં સુધી આપણે કૃષ્ણ સાથે છીએ, કૃષ્ણના અંશ તરીકે, આપણું મૂલ્ય છે. અને જેવા આપણે કૃષ્ણનો સંપર્ક ગુમાવી દઈએ છીએ, પછી આપણું કોઈ મૂલ્ય નથી. આપણે તે સમજવું જોઈએ."
750730 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૮ - ડેલ્લાસ