GU/750726 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લગુના બીચમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો હું લક્ષ્ય શું છે તે જાણતો નથી અને મારી ગાડીને પૂર ઝડપે ચલાવવાની કોશિશ કરું, તો પરિણામ શું હશે? પરિણામ સર્વનાશ હશે. આપણે જાણતા હોવા જ જોઈએ કે આપણે શા માટે ભાગી રહ્યા છીએ. ભાગવું મતલબ.. જેમ કે નદી મોટા વહાવ સાથે વહી રહી છે, પણ લક્ષ્ય છે દરિયો. જ્યારે નદી દરિયા પર પહોંચે છે, પછી લક્ષ્ય સમાપ્ત થઈ જાય છે. તો તેવી જ રીતે, આપણને ખબર હોવી જોઈએ કે લક્ષ્ય શું છે. લક્ષ્ય છે વિષ્ણુ, ભગવાન. આપણે ભગવાનના અંશ છીએ. આપણે... એક યા બીજી રીતે આપણે આ ભૌતિક જગતમાં પડી ગયા છીએ. તેથી આપણા જીવનનું લક્ષ્ય હશે ભગવદ ધામ જવું. તે આપણું લક્ષ્ય છે. બીજું કોઈ લક્ષ્ય નથી. તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન શીખવાડે છે કે 'તમે તમારા જીવનનું લક્ષ્ય સ્થિર કરો'. અને તે જીવનનું લક્ષ્ય શું છે? 'ભગવદ ધામ પાછા જવું. તમે આ બાજુએ, ઉલ્ટી બાજુએ છો, નર્કની બાજુએ. તે તમારું લક્ષ્ય નથી. તમે આ બાજુએ જાઓ, ભગવદ ધામ તરફ'. તે આપણો પ્રચાર છે."
750726 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૫ - લગુના બીચ