"પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ, આપણને એક ચોક્કસ પરિસ્થિતીમાં મૂકે છે, અને આપણે તે પ્રમાણે કામ કરીએ છીએ, સ્વતંત્રતાથી નહીં. અને પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ, પણ કોઈ વ્યક્તિ હેઠળ કાર્ય કરી રહી છે. જેમ કે જ્યારે તમે રસ્તા પર જાઓ છો તમે લાલ લાઇટ અને લીલી લાઇટ જુઓ છો. જેવુ તમે લાલ લાઇટ જુઓ છો તમે ગાડી ઊભી રાખો છો. તો આ લાલ લાઇટ અને લીલી લાઇટનો ફેરફાર પોલીસ કરે છે, અને પોલીસ સરકાર હેઠળ કાર્ય કરી રહી છે. તેવી જ રીતે, આ આખી ભૌતિક પ્રકૃતિ લાલ લાઇટ અને લીલી લાઇટની જેમ કામ કરી રહી છે, પણ તે લાલ લાઇટ અને લીલી લાઇટની પાછળ સર્વોચ્ચ મગજ છે. તે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. તો જેમ એક સામાન્ય માણસ અથવા એક બાળક સમજી ના શકે કે કેવી રીતે લાલ લાઇટ અને લીલી લાઇટ કામ કરે છે... તે ફક્ત જુએ છે, તે વિચારે છે કે તે આપમેળે થઈ રહ્યું છે. તે મૂર્ખતા છે. તે આપમેળે નથી થઈ રહ્યું. તે યંત્ર છે. આ લાલ લાઇટની પાછળ એક નિયામક છે, આ બુદ્ધિ છે."
|