GU/751002 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોરિશિયસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
ચ્યવન: તેમણે એવો પ્રચાર કર્યો છે કે જીવન આનંદ કરવા માટે છે. દરેક જગ્યાએ...


પ્રભુપાદ: આનંદ કરો, પણ તમારો આનંદ ક્યાં છે? વ્યાવહારિક મુદ્દા પર આવો. ક્યાં છે તમારો આનંદ? તમે ફક્ત પીડાઈ રહ્યા છો. તે છે તેમની ધૂર્તતા. તે લોકો પીડાઈ રહ્યા છે; છતાં તેઓ કહે છે, 'હું આનંદ કરું છું'. આને ભ્રમ કહેવાય છે, માયા. આનંદ કરવો. તે આપણે પણ કહીએ છીએ, કે અમે તમને એક ચોક્કસ સ્થળે લઈ જઈ રહ્યા છીએ, ભગવદ ધામ... જ્યાં તમે આનંદ કરશો. આનંદ... આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧.૧૨). તે આનંદ આપણો ધ્યેય છે. પણ અહી આનંદ ક્યાં છે? તે તમારી ધૂર્તતા છે. કોઈ આનંદ નથી; છતાં તમે કહેશો, 'અમે આનંદ કરીશું.'

ચ્યવન: તેમનો પ્રચાર લોકોને વિચારવા પ્રેરે છે કે તે લોકો આનંદ કરી શકે છે, તે અહી શક્ય છે.

પ્રભુપાદ: તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે. તે ગેરમાર્ગે દોરે છે. આપણે તે રોકવું જોઈએ. તે આપણું કૃષ્ણ ભાવનામૃત છે..., તે... તેઓ આનંદ નથી કરી રહ્યા, અને આ ધૂર્તો તેમને ગેરમાર્ગે દોરે છે કે તેઓ આનંદ કરી રહ્યા છે."

751002 - સવારની લટાર - મોરિશિયસ