"તો કૃષ્ણ કહે છે, દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા, તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). દેહાંતર પ્રાપ્તિ:, માહિતી છે. તો કેવી રીતે આપણે નકારી શકીએ કે મૃત્યુ પછી કોઈ જીવન નથી? તે છે જ. પણ કોઈ પણ વ્યક્તિ સમજવાની દરકાર નથી કરતું, "મારૂ આગલું જીવન શું છે? શું થવાનું છે? આજે હું એક બહુ મોટા પદ પર હોઈ શકું છું, અને કાલે, જો હું એક વૃક્ષ થઈશ..." અહી આપણે આ ઓરડામાં બહુ જ આરામથી બેઠેલા છીએ. બસ થોડા વર્ષો પછી, એક વૃક્ષ છે. તે એક ઇંચ પણ હલી નથી શકતું, અને તેણે ત્યાં વાવાઝોડામાં, ભયંકર ગરમીમાં, દરેકમાં ઊભું રહેવું પડશે. શા માટે? આપણે બંને, જીવો છીએ. શ માટે મને આ શરીર છે, મારે આ શરીર છે અને વ્યક્તિને મારા કરતાં વધુ સારું શરીર હોઈ શકે? શા માટે ૮૪,૦૦,૦૦૦ જીવન યોનીઓ છે, અને અલગ અલગ સ્થિતિઓ? શા માટે આ છે? આવી કોઈ પૃચ્છા જ નથી. આવું કોઈ જ્ઞાન નથી. તેથી તેમને અહી અંધ તરીકે વર્ણવવામાં આવ્યા છે, આંધળા."
|