"ધર્મને દુષ્કૃતિન, રાક્ષસો, દ્વારા ક્ષતિ પહોંચાડવામાં આવે છે, અને જે લોકો સાધુ વ્યક્તિઓ છે, તેઓ ધર્મનું પાલન કરે છે. તો પરિત્રાણાય સાધુનામ. સાધુ મતલબ સજ્જન વ્યક્તિઓ, ભગવાનના ભક્તો. તેઓ સાધુ છે, અને અસાધુ, અથવા રાક્ષસ, મતલબ વ્યક્તિઓ કે જે ભગવાનની સત્તાને નકારે છે. તેમને અસુરો કહેવામા આવે છે. તો બે કાર્યો - પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ: 'રાક્ષસોના કાર્યો પર કાપ મૂકવા અને સાધુ વ્યક્તિઓને સુરક્ષા આપવા, હું અવતરિત થાઉં છું'. ધર્મ-સંસ્થા... 'અને ધર્મની સ્થાપના કરવા, ધર્મના સિદ્ધાંતો'. આ ત્રણ કાર્યો છે કૃષ્ણ, અથવા ભગવાનના, અથવા ભગવાનના પ્રતિનિધિના - અથવા, તમે કહો છો, ભગવાનના પુત્રના - તેઓ આવે છે. આ ચાલી રહ્યું છે."
|