GU/751011 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ડર્બનમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આ મનુષ્ય જીવન બહુ જ દુર્લભ છે. દુર્લભમ માનુષમ જન્મ.
આ પ્રહલાદ મહારાજનું કથન છે. તે તેમના શાળાના મિત્રોમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરી રહ્યા હતા. કારણકે તે એક અસુર પિતાના પરિવારમાં જન્મ્યા હતા, હિરણ્યકશિપુ, તેમને 'કૃષ્ણ' શબ્દ ઉચ્ચારવા પર રોકવામાં આવ્યા હતા. તેમને રાજભવનમાં કોઈ તક ન મળતી, તો જ્યારે તે શાળાએ આવતા, ટિફિનના સમયે, તે તેમના નાના મિત્રોને બોલાવતા, પાંચ વર્ષના, અને તે ભાગવત ધર્મનો પ્રચાર કરતાં. અને મિત્રો કહેતા, 'મારા પ્રિય પ્રહલાદ, આપણે અત્યારે બાળકો છીએ. ઓહ, આ ભાગવત ધર્મનો ઉપયોગ શું છે? ચાલો રમીએ'. હવે તે કહેતા, 'ના'. કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાન ઈહ, દુર્લભમ માનુષમ જન્મ (શ્રી.ભા. ૭.૬.૧): 'મારા પ્રિય મિત્રો, એવું ના કહો કે આપણે કૃષ્ણ ભાવનામૃતને વૃદ્ધ ઉમ્મરમાં કેળવવા માટે બાજુ પર મૂકી દઇશું. ના, ના'. દુર્લભમ. 'આપણે જાણતા નથી કે આપણે ક્યારે મૃત્યુ પામીશું. આગલા જન્મ પહેલા આપણે આ કૃષ્ણ ભાવનામૃતની શિક્ષા સમાપ્ત કરવી જ પડે'. તે મનુષ્ય જીવનનો ઉદેશ્ય છે. નહિતો આપણે તક ગુમાવી રહ્યા છીએ. |
751011 - ભ.ગી. ૧૮.૪૫ - ડર્બન |