"નિર્બળ શક્તિશાળીનું ભોજન છે. આ પ્રકૃતિનો નિયમ છે, કે એક જીવ બીજા જીવનો ખોરાક છે. તો જ્યારે વ્યક્તિ બીજા જીવને ખાય છે, તે અસ્વાભાવિક નથી. તે પ્રકૃતિનો નિયમ છે. પણ જ્યારે તમે મનુષ્ય જીવન યોનિમાં આવો છો, તમારે તફાવત કરવો જ પડે. જેમ કે એક જીવ બીજા જીવ માટે ખોરાક છે, તેનો મતલબ એવો નથી... નીચલા પ્રાણીઓમાં ક્યારેક પિતા-માતા સંતાનને ખાઈ જાય છે, પણ માનવ સમાજના ઇતિહાસમાં તેની નોંધ લેવામાં નથી આવી કે પિતા-માતાએ સંતાનને ખાધા હોય. પણ સમય આવી ગયો છે જ્યારે માતા સંતાનની હત્યા કરે છે. તે આવી જ ગયો છે. આ કલિયુગના કારણે છે."
|