"એક વાર તમે પાપમય કાર્યો કર્યા હોય, બાળકને ગર્ભમાં માર્યો હોય, 'ઠીક છે, તે હવે બંધ કરી દો'. 'ફરીથી નહીં.' તૃપ્યંતી નેહ કૃપણ (શ્રી.ભા. ૭.૯.૪૫). તે ક્યારેય સંતુષ્ટ નથી થતો. તે જાણે છે કે આની પાછળ કોઈક પીડા છે. છતાં, તે તેને બંધ નહીં કરે. તેથી એક ડાહ્યો માણસ... એક માણસને શિક્ષા મળવી જોઈએ ડાહ્યો બનવા માટે, કે 'મને આ તીવ્ર ઈચ્છાને સહન કરવા દે, બસ તેટલું જ. હું ઘણી બધી મુશ્કેલીઓમાથી બચી જઈશ'. આ જ્ઞાન છે. ધૂર્ત અને વધુ ધૂર્ત બનવું, વધુ ધૂર્ત બનવું અને સહન કરવું, શું તે સંસ્કૃતિ છે? ફક્ત લોકોને ધૂર્ત બનાવવા અને પીડિત કરવા અને આત્મહત્યા કરાવવી? બસ તેમને કહો કે તેમણે આ સંસ્કૃતિ બનાવી છે કે સહન કરો અને ધૂર્ત બનો. બસ તેટલું જ. જ્યાં સુધી તમે ધૂર્ત ના બનો, તમે કેવી રીતે પીડાશો? તો તેમને ધૂર્ત બનાવીને રાખો અને પીડિત થવા દો. આ પ્રકૃતિની વ્યવસ્થા છે, કે 'તું જીવ, તું કૃષ્ણને ભૂલી ગયો છું. ઠીક છે, તું મારા નિયંત્રણ હેઠળ આવ. ધૂર્ત બન, ધૂર્ત રહે અને સહન કર'. દૈવી હી એષા ગુણમયી મમ માયા (ભ.ગી. ૭.૧૪). શા માટે તે કરી રહી છે? "કૃષ્ણને શરણાગત થાઓ. નહિતો તમે આ રીતે પીડાતા રહેશો." આ પ્રકૃતિની રીત છે."
|