GU/751019 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ જોહાનિસબર્ગમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: જે કોઈ પણ ભક્ત નથી, તે પશુ છે. સ્વ-વિડ-વરાહોષ્ત્ર ખરૈ: સંસ્તુત: પુરુષ: પશુ: (શ્રી.ભા. ૨.૩.૧૯). મોટું પશુ નાના પશુ દ્વારા પૂજાઈ રહ્યું છે. બસ તેટલું જ. જંગલમાં એક સિંહની પૂજા નાના પશુઓ દ્વારા થઈ રહી છે. તો શું તેનો મતલબ તેવો છે કે સિંહ પશુ નથી?


પુષ્ટ કૃષ્ણ: તે પણ પશુ છે.

પ્રભુપાદ: તે પણ પશુ છે. તો તેવી જ રીતે, આ બધા નેતાઓ, આ વૈજ્ઞાનિકો, આ તત્વજ્ઞાનીઓ, તેમની નાના પશુઓ દ્વારા તાળી મારીને પ્રશંસા કરવામાં આવે છે, પણ તેઓ પણ પશુઓ છે, મોટા પશુઓ, બસ તેટલું જ. કસોટી છે કે શું તે સમજે છે કે આધ્યાત્મિક આત્મા શરીરથી અલગ છે. જો તે સમજતો નથી, તે પશુ છે, બસ તેટલું જ. કદાચ એક મોટું પશુ, તે બીજી વસ્તુ છે. મોટું અથવા નાનું, પશુ તે પશુ છે.

પુષ્ટ કૃષ્ણ: તો જે પણ વ્યક્તિ આત્મા વિશે જાણકાર નથી...

પ્રભુપાદ: તે પશુ છે. બસ તેટલું જ. સ એવ ગોખર: તે શાસ્ત્રનું વિધાન છે. યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩).

751019 - સવારની લટાર - જોહાનિસબર્ગ