"ભગવદ ગીતામાં તે કહ્યું છે, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, દુ:ખ સાથે યુદ્ધ કરતાં, પણ આપણે જાણતા નથી કે આપણું સાચું દુ:ખ છે કે આપણે મરવું પડશે, આપણે ફરીથી જન્મ લેવો પડશે, આપણે ફરીથી રોગી થવું પડશે અને આપણે વૃદ્ધાવસ્થા સ્વીકારવી પડશે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ. આ બુદ્ધિ છે, કે 'હું જીવનની બધી જ સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું સમાજની પ્રગતિથી, શિક્ષાની પ્રગતિથી, વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રગતિથી અને ઘણી બધી વસ્તુઓ'. તે ઠીક છે. પણ મારા આ ચાર દુ:ખમય અવસ્થાના સિદ્ધાંતોનું સમાધાન શું છે: જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ? અને કારણકે આપણે કોઈ સમાધાન નથી લાવી શકતા, આપણે આ ચાર સમસ્યાઓ બાજુ પર મૂકી દઈએ છીએ. આપણે કામચલાઉ સમસ્યાઓથી આગળ વધ્યા કરીએ છીએ અને તેનો ઉકેલ લાવવામાં વ્યસ્ત છીએ, અને આ રીતે આપણે આપણા આ મૂલ્યવાન મનુષ્ય જીવનને બિલાડીઓ અને કુતરાઓની જેમ વેડફીએ છીએ. આ શિક્ષા છે. તો આપણે તે કરવું ના જોઈએ."
|