"જ્યારે આ શરીર ઉપયોગી નથી રહેતું, તો પ્રકૃતિ દ્વારા બીજું શરીર આપવામાં આવે છે. મૃત્યુ સમયે, જેમ તે ભગવદ ગીતામાં કહેલું છે, યમ યમ વાપી સ્મરણ લોકે ત્યજતી અંતે કલેવરમ, સદા તદ ભાવ ભાવિત (ભ.ગી. ૮.૬) - આપણે માનસિક સ્થિતિની રચના કરીએ છીએ. આપણને બે પ્રકારના શરીરો હોય છે: સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. આ સ્થૂળ શરીર પાંચ સ્થૂળ ભૌતિક તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ,આકાશ, અને સૂક્ષ્મ શરીર બનેલું છે મન, બુદ્ધિ અને અને અહંકારનું. જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ, સ્થૂળ શરીર કામ નથી કરતું પણ સૂક્ષ્મ શરીર કામ કરે છે. તેથી આપણે સ્વપ્ન જોઈએ છીએ. તો... મૃત્યુ સમયે આ સ્થૂળ શરીર સમાપ્ત થઈ જશે, પણ સૂક્ષ્મ શરીર - મન, બુદ્ધિ અને અહંકાર - આપણને બીજા સ્થૂળ શરીરમાં લઈ જશે."
|